કંડલામાં ટ્રક નીચે ચગદાઈ જતાં 34 વર્ષીય યુવકનું તત્કાળ મોત

copy image

copy image

કંડલામાં વેસ્ટ ગેટ નંબર-1 પાસે ટ્રક નીચે ચગદાઈ જતાં મૂળ ઉત્તરપ્રદેશના 34 વર્ષીય યુવકનું તત્કાળ મોત નીપજ્યું હતું..સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર  ગાંધીધામમાં રહેનાર યુવાન  ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો. તે દરમિયાન રાત્રે તે ટ્રક લઈને કંડલા પોર્ટ ખાતે ગયો હતો જ્યાં વેસ્ટ ગેટ નંબર 1 પાસે પોતાનું વાહન પાર્ક કરી નીચે ઊતર્યો તે દરમ્યાન બીજા  ટ્રક એ આ યુવાનને હડફેટમાં લેતાં પૈડાં તેની પરથી ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપી ટ્રકચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે