ભારતમાં રહેવામાં શરમ અનુભવી રહ્યા છે : સિબલ
copy image

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબલે બંગાળના ઘટનાક્રમને લઈને જણાવ્યું હતું કે તેઓને ભારતમાં રહેવામાં શરમનો અનુભવ થઈ રહ્યો છે. આ નિવેદનના જવાબમાં ભાજપ દ્વારા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. ટીએમસી સાંસદ અભિષેક બેનરજી ઉપર હુમલા અંગે સિબલે જણાવ્યું હતું કે તેઓ એવા દેશમાં રહેવામાં શરમ અનુભવી રહ્યા છે જયાં સત્તામાં રહેલી પાર્ટી લોકતંત્રના મૂળ ઉખાડવા માટે કોઈપણ હરકતો કરી રહી છે. સિબલનો ઈશારો ભાજપ તરફ હતો. આ નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પુનાવાલાએ સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે સુપ્રીમમાં વકીલાત કરીને કરોડોની કમાણી કરતા સિબલને દેશમાં રહેવામાં શરમ આવી રહી છે. 2021માં બંગાળમાં હિંસા દરમિયાન 300થી વધુ ભાજપ અને કોંગ્રસના કાર્યકરો માર્યા ગયા હતા ત્યારે સિબલે એક શબ્દ બોલ્યો નથી. તેઓ આરજીકર અને સંદેશખાલી મામલે પણ મોન રહ્યા છે. વિપક્ષના વિચારો ઉપર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ભાજપનો વિરોધ કરવો અલગ વાત છે, રાજનીતિક મતભેદ હોઇ શકે છે પણ દેશથી નફરત કેમ ? રાહુલ પણ કહે છે કે તે ભારતીય રાજ્યો સામે લડશે, લોકતંત્ર ખતમ થયું છે, અમેરિકા-બ્રિટને હસ્તક્ષેપ કરવો જોઈએ. ઓપરેશન સિંદૂર દરમિયાન અમુક લોકો સેનાની બહાદુરી ઉપર સવાલ ઉઠાવી ચુક્યા છે. રહી વાત અભિષેક બેનરજીની તો હુમલામાં ટીએમસીના જ લોકો સામે હોવાનું બહાર આવ્યું છે. અમુક વિપક્ષી નેતાઓ પણ આ બનાવને ટીએમસીની આંતરિક લડાઈ બતાવી રહ્યા છે.