સોલાર ઉર્જા પ્રોજેકટ માટે લાંબા ગાળની લીઝ હેઠળ આપવામાં આવેલી ખેતીની જમીન અંગે પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ મહેતા દ્વારા માનનીય અગ્ર સચિવશ્રી મહેસુલ વિભાગ ગુજરાત સરકાર ને લેખિત રજુઆત કરવામાં આવી.

સોલાર ઉર્જા પ્રોજેકટ માટે લાંબા ગાળની લીઝ હેઠળ આપવામાં આવેલી ખેતીની જમીન અંગે જમીન ધારણ મર્યાદા, ખેડૂત દરજજો, ખરીદી—વેચાણ, હંગામી બિનખેતી તથા સંબધિત મહેસુલી પ્રશ્નો બાબતે પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ મહેતા દ્વારા માનનીય અગ્ર સચિવશ્રી મહેસુલ વિભાગ ગુજરાત સરકાર ને લેખિત રજુઆત કરવામાં આવી.

ગુજરાત રાજયમાં રિન્યુએબલ એનર્જી અને ખાસ કરીને સોલાર ઉર્જા ક્ષેત્રે થઈ રહેલા વ્યાપક રોકાણો વચ્ચે ખેડૂતો અને જમીન માલીકો ના કાનુની હિતોના રક્ષણ માટે પંકજ ભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર, અને દેવભુમી દ્વારકા સહિતના જિલ્લાઓમાં હજારો એકર ખેતીની જમીનો ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેકટ ડેવલપર્સને ૨૯ થી ૩૦ વર્ષના લાંબા ગાળાના ભાડા પટે આપવામાં આવી રહી છે. આ જમીનો પર કંપનીઓ દ્વારા ‘હંગામી બિનખેતી’ ની મંજૂરી મેળવીને પ્રોજેકટ નાખવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયાના કારણે ભવિષ્યમાં ખેડૂતો, મહેસુલી અધિકારીઓ, બેંકો અને રોકાણકારો વચ્ચે મોટા કાનુની વિવાદો ઉભા થવાની સંભાવના છે.

આ બાબતે રાજયભરમાં વહીવટી એકરૂપતા જળવાઈ રહે તે માટે વિવિધ મુદાઓ જેમા, ખેડૂતનો દરજજો અને જમીન ખરીદી જે સોલાર કંપની લાંબા ગાળાની લીઝ પર જમીન આપ્યા બાદ અને હંગામી એન.એ થયા પછી પણ મૂળ જમીન માલીક “ખેડૂત તરીકે નો કાનુની દરજજો” યથાવત રહે છે કે નહિ? તેમજ ખેડુત અન્યત્ર નવી ખેતીની જમીન ખરીદી કરી શકે કે કેમ ?, ગુજરાત કૃષિ જમીન ધારણ મર્યાદા અધિનિયમ હેઠળ મૂળ જમીન માલીક ના કુલ્લ જમીન ધારણ માં ગણાશે કે કેમ?, લીઝ સમયગાળા દરમ્યાન જો ખેડૂત પોતાની જમીન વેચવા માગે, તો તે માત્ર ખેડૂત વ્યકિતને જ વેચી શકે કે પછી હંગામી એન. એ ના કારણે બિન ખેડૂત કે કોઈ કંપની ને વેચી શકે કે કેમ, તેની પર ખેડૂત ધારો લાગુ પડે કે નહી, આ પ્રકારની જમીનો પર વારસાઈ હકકોની નોંધણી, બેંક ધીરાણ, અને અન્ય કાનુની વ્યવહારો કઈ શ્રેણી હેઠળ ગણાશે, હંગામી
એન.એ પછી જમીન નો મુળ કૃષિ સ્વભાવ કાયદાની દ્રષ્ટિએ યથાવત રહે કે બદલાઈ જશે.શ્રી મહેતાએ વધુમાં ઉમેર્યું હતુ કે, આ પ્રશ્નો માત્ર કોઈ વ્યક્તિ ગત કેસ પુરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજયના હજારો ખેડૂતો નાખ ભવિષ્ય અને કરોડો રૂપિયાના રોકાણો સાથે જોડાયેલા છે. હાલમાં જુદા જુદા જિલ્લાઓમાં સ્થાનિક કક્ષાએ મહેસુલી અધિકારીઓ દ્વારા આ કાયદાઓનું અલગ-અલગ અર્થઘટન કરવામાં આવી રહયું છે, જેના કારણે કાનુની અનિશ્ચિતા ઉભી થઈ છે. ખેડૂતો ના હકકો સુરલિત રહે અને સોલાર ક્ષેત્રે પારદર્શીતા આવે તે માટે રાજય સરકાર વહેલી તકે એક સર્વગ્રાહી પરિપત્ર જારી કરવામાં આવે. જેથી કરીને ભવિષ્યમાં ખેડૂતો, મહેસુલી અધિકારીઓ, બેંકો અને રોકાણકારો વચ્ચે મોટા કાનુની વિવાદો ઉભા ન થાય તથા તથા તેઓના હિતો જળવાઈ રહે.

આ મહત્વના વિષય પર મહેસુલ વિભાગ દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને ટુંક સમયમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવી પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા આશા વ્યકત કરાઈ છે.