કચ્છના રણમાં વછરાજ ધામ ખાતે દર્શનાર્થ ટ્રેક્ટર લઈને ગયેલા શ્રદ્ધાળુઓ ફસાયા :આડેસર પોલીસની બચાવ કામગીરી

કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા પવિત્ર વછરાજ ધામ ખાતે દર્શનાર્થ ટ્રેક્ટર લઈને ગયેલા શ્રદ્ધાળુઓ મોડી રાંત્રે અચાનક આવેલા વાવાઝોડા સાથે વરસાદ વચ્ચે ફસાઈ ગયા હતા.ભારે પવન, વરસાદ અને કાદવના કારણે ટ્રેક્ટર રસ્તામાં જ અટવાઈ જતા બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું ઘટનાની જાણ થતા આડેસર પોલીસ તરત જ બચાવ કામગીરી કરી હતી.