કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે: અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેશે
માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા આગામી ૪ જૂનથી ૬ જૂન ૨૦૨૬ દરમિયાન ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી અમદાવાદ અને ભાવનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
મંત્રીશ્રી તેમના પ્રવારાના પ્રથમ દિવરો, ૪ જૂનના રોજ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદના એકા એરેના (Eka Arena) ક્લબ ખાતે પ્રથમ વખત આયોજિત થનાર ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૬’ના ભવ્ય શુભારંભ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
ત્યારબાદ ૫ જૂનના રોજ ડૉ. માંડવિયા ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભાવનગર શહેર મહાનગર કાર્યાલય ખાતે અગત્યની બેઠક કરશે. આ જ દિવસે મંત્રીશ્રી પાલીતાણાના હણોલ ખાતે આયોજિત ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓના સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને રાત્રિના રામયે હણોલ ગ્રામ વિકારા રામિતિની બેઠકમાં પણ ભાગ લેશે.
પ્રવાસના અંતિમ દિવસે, ૬ઠ્ઠી જૂનના રોજ મંત્રીશ્રી ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લેશે, જેમાં વાળુકડ હોસ્પિટલ અને સંસ્થાની મુલાકાત તેમજ પાલીતાણા નગરપાલિકા ખાતેની મુલાકાતનો સમાવેશ થાય છે. આ સાથે તેઓ મોટી પાણીયાળી સંસ્થા અને શેત્રુંજય ડેમ સંસ્થાની મુલાકાત પણ લેશે. મંત્રીશ્રી વાણીયાવીડી ખાતે ઠાકરદુવારોના દર્શન કર્યા બાદ જુનાપાદર મુકામે આયોજિત મોડેલ સ્કૂલ-જેસરનું ખાતમુહૂર્ત કરશે.