રણમાં ટ્રક ખોરવાઈ, પાણીના એક-એક ટીપા માટે તરસી 49 મુસાફરોના મોત
copy image

પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે.સહારાના રણ પ્રદેશમાં એક ટ્રક બગડી જતાં, તેમાં સવાર પ્રવાસીઓના આ અસહ્ય તાપમાન અને પાણી માટે તરસતા 49 લોકોના કરુણ મોત નીપજ્યા છે. માલી દેશથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટનાનો શિકાર બન્યા હતા. અસમાકાથી 80 કિમી દૂર સર્જાઈ હોરર ફિલ્મ જેવી ઘટનાસૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ ઘટના ક્રોસિંગ પોઇન્ટ ‘અસમાકા’ થી આશરે 80 કિલોમીટર દૂર અત્યંત અંતરિયાળ વિસ્તારમાં બની હતી. રણની અત્યત ગરમી વચ્ચે પ્રવાસીઓની ટ્રક બગડી જતાં ડ્રાઈવર અને પ્રવાસીઓના અત્યત પ્રયાસો કરવા છતાં ગાડી ચાલુ થઈ શકી નહીં તે દરમ્યાન ગાડીમાં રાખેલું પીવાનું પાણી પણ પૂરું થઈ ગયું હતું. સેંકડો કિલોમીટર સુધી માત્ર રેતી અને તડકો હોવાથી, 49 લોકો તરફડીને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતકોને રણ પ્રદેશમાં જ સામૂહિક કબરો બનાવીને દફનાવવામાં આવ્યા છે.આ ભયાનક કાળચક્ર વચ્ચે પણ બે લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. આ બંને બચી ગયેલા પ્રવાસીઓએ અગનગોળા ફેંકતી ગરમીમાં પણ હિંમત ન હારી અને રેતીના ઢુવાઓ વચ્ચે 50 કિલોમીટર કરતાં પણ વધુ અંતર પગપાળા કાપ્યું હતું. તેઓ જેમ-તેમ કરીને એક પાણીના સ્ત્રોત સુધી પહોંચ્યા અને ત્યાંથી અસમાકા તરફ આગળ વધ્યા હતા. આ બે વીર બચી ગયેલા લોકોએ જ સ્થાનિક સત્તાવાળાઓને ટ્રક બગડવાની અને અન્ય લોકો ફસાયા હોવાની પ્રથમ જાણકારી આપી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.