વિરલ યોગ સેન્ટરની કાવ્યા નેગાંધીએ યોગક્ષેત્રમાં હાર્મોની એવોર્ડ – ૨૦૨૬ મેળવ્યો

હાર્મોની  આર્ટસ એન્ડ કલ્ચર અંજાર દ્વારા સમાજમાં વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનતા એવોર્ડ સમારંભનું આયોજન સંજયભાઈ શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના અંજાર શહેરના વિરલ યોગ સેન્ટરમાં છેલ્લા સાડા ચાર વર્ષોથી યોગાભ્યાસ કરતી ૧૫ વર્ષીય કાવ્યા કુનાલ નેગાંધીને હાર્મોની એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ સાધનાકાળ દરમિયાન કાવ્યાને યોગગુરુ વિરલભાઈ હડિયા અને દ્રષ્ટિબેન વાઘમસી પાસેથી યોગાભ્યાસ સાથે સાથે વિવિઘ પ્રકારની હરીફાઈઓમાં ભાગ લેવાનું માર્ગદર્શન પણ મળ્યું છે. ઈન્ટરનેશનલ યોગા બુક ઑફ રેકોર્ડ, ખેલ મહાકુંભ, SGFI,  સાંસદ ખેલ મહોત્સવ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત યોગાસન, સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપમાં રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાએ ભાગ લઈ અનેક ટ્રોફી અને મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. વેલસ્પન વિદ્યામંદિરમાં દસમા ધોરણમાં  ભણતી કાવ્યાનું માનવું છે કે એકેડેમિક્સ સાથે સાથે સ્પોર્ટસ અને ફિઝિકલ ફિટનેસ પણ અત્યંત જરૂરી છે. કાવ્યાની સફળતા પાછળ તેના પરિવારનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. તેના માતા મમતાબેન નેગાંધીને પણ યોગક્ષેત્રે સરસ પ્રયત્ન કરવા બદલ હાર્મોની એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે.