ભારતમાં ચોમાસાંની ગતિ ધીમી પડી
copy image

copy image
ભારતમાં ચોમાસાંની ગતિ ધીમી પડી ગઇ છે. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉપગ્રહ તસવીરોમાં દેશના અમુક વિસ્તારો પરથી વરસાદ વરસાવી શકે તેવાં વાદળ ગાયબ થઇ ગયાં જોવા મળ્યા હતાં.વિજ્ઞાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચારથી 15 જૂન વચ્ચે દેશમાં સામાન્ય 53.7 મિ.મી.ની સામે માત્ર 19.2 મિ.મી. વરસાદ થયો છે.વરસાદનાં પ્રમાણમાં 64 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાત સહિત 16 રાજ્યમાં જનજીવન વરસાદની રાહ જોઇ રહ્યું છે. ચોમાસું દક્ષિણ ભારતથી આગળ વધ્યા બાદ મહારાષ્ટ્રની આસપાસ રઇ ગયું છે. વિજ્ઞાન વિભાગની માહિતી અનુસાર ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનું ઓછું પ્રમાણ નથી, પરંતુ હવાની બદલાયેલી પેટર્ન છે.ચોમાસું આગળ વધારનારા પવનો પ્રભાવિત થઇ રહ્યા છે.