ભારતીય મૂળના દીકરાએ માતા, પિતા અને દાદીની ગોળી મારી કરી હત્યા
copy image

અમેરિકાના ટેક્સાસ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક ભારતીય મૂળના પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસના બતાવ્યા અનુસાર, પરિવારના જ 19 વર્ષના સગા દીકરાએ પોતાના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને હત્યા કરી છે. પકડાયેલા આરોપી યુવકનું કનેક્શન પંજાબના નવાંશહરના લખપુર ગામ સાથે હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ અમેરિકન પોલીસે આરોપીની ધરપકડ કરી છે.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અમેરિકાના ટેક્સાસ રાજ્યના અલ્ટન શહેરમાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં 19 વર્ષના યુવકની ધરપકડ કરાઈ છે. હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસના બતાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ 56 વર્ષીય , 46 વર્ષીય અને 73 વર્ષીય તરીકે થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય સભ્યોના મોત માથામાં ગોળી વાગવાના કારણે થયા હતા.વધુમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ પોતાના જ માતા-પિતા અને દાદી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ લોહિયાળ ખેલ દરમિયાન તેણે પોતાના સગા ભાઈ પર પણ ગોળી ચલાવી હતી, પરંતુ સદનસીબે તેનો ભાઈ બચી ગયો હતો. આ ભયાનક ઘટના બાદ ભાઈએ તાત્કાલિક અમેરિકન ઈમરજન્સી નંબર 911 પર કોલ કરીને પોલીસને આ અંગે જાણ કરી હતી. વારદાતને અંજામ આપીને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો. પીછા દરમિયાન એક માર્ગ અકસ્માત પણ સર્જાયો હતો જેમાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સ્થળેથી પોલીસે એક હેન્ડગન (પિસ્તોલ) પણ રિકવર કરી છે.