અવાદા ફાઉન્ડેશન દ્વારા સ્કુલ બેગ નું વિતરણ

આજરોજ અવાદા ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શ્રી લખાણીયા પ્રાથમિક શાળા અને શ્રી નરાનગર પ્રાથમિક શાળામાં સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ અંતર્ગત આશરે 150 થી વધુ બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી જેમાં બાલવાટિકા થી લઈને ધોરણ નવ સુધીના બાળકોએ આ બેગ વિતરણ કાર્યક્રમનો લાભ લીધો.
આ કાર્યક્રમ દરમિયાન શ્રી સોઢા રાજુભા રૂપસિંહ જિલ્લા પંચાયત સદસ્ય, શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ સી.આર.સી, શ્રી એ એન ચૌધરી જલ સચિવ નલિયા તાલુકા, શ્રી રાણા ચક્રવર્તી અને શ્રી કનકસિંહ જેઠવા અવાદા કંપની થી આ કાર્યક્રમના મુખ્ય અતિથિના રૂપે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષક શ્રી, આંગણવાડી વર્કર તેમજ ગ્રામ પંચાયત સદસ્ય અને ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ વધાર્યો.