તાપીમાં મામલતદાર કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડતી ACB

આ કામના ફરીયાદીએ મોજે ડોલવણ કમલાપોર ગામ તાલુકા-ડોલવણ જી.તાપી બલોક નં-૩૮ વાળી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવા વેચનાર પાસેથી લેખિત સંમતિ મેળવેલી.અને સદર જમીન જરાયતમાથી બાગાયતીની એન્ટ્રી કરી બાગાયતમાં તબદીલ કરવા મામલતદારશ્રી ડોલવણની કચેરી ખાતે જરૂરી દસ્તાવેજ રેકર્ડ સાથે અરજી આપેલ જે અરજીના કામે જરાયતમાંથી બાગાયતમાં તબદીલ કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે ફરીયાદી પાસે આરોપીએ રૂ.૨૫,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચની માંગણીની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ.
જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ. તે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ.૨૫,૦૦૦/- સ્વીકારી આરોપી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.