કચ્છ પર મેઘરાજા રૂઠ્યા. દેશના 700 જિલ્લામાં સૌથી સૂકું કચ્છ મલક, રાજસ્થાનથી પણ ખરાબ હાલત

ચોમાસાની શરૂઆતના 32 દિવસમાં કચ્છમાં માત્ર 0.9 મિ.મી. વરસાદ નોંધાયો છે

સરેરાશ 56.6 મિ.મી. સામે 98 ટકા ઓછો વરસાદ પડતા કચ્છ તરસ્યું જ રહ્યું છે

IMDના આંકડા મુજબ દેશના સૌથી સૂકા પાંચ જિલ્લાઓમાં કચ્છનો સમાવેશ થયો છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જ મેઘરાજાની ભારે અસમાનતા જોવા મળી છે

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ નહિવત રહ્યો છે

રાજસ્થાન કરતાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે

સતત ખેંચાતા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

વાવણી લાયક વરસાદની રાહ જોતા જગતનો તાત આકાશ તરફ મીટ માંડી રહ્યો છે

નબળા ચોમાસાના કારણે પાણીની સમસ્યા વિકટ બને તેવી ભીતિ સેવાઈ રહી છે