જુલાઈથી કચ્છના તમામ તાલુકા મથકોએ જમીન દફતરની નવી કચેરીઓ શરૂ
જમીનની માપણી અને દફતરના કામ માટે હવે ભુજ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં રહે
રાજ્ય સરકારે કચ્છના તમામ તાલુકા મથકોએ જિલ્લા નિરીક્ષક જમીન દફતર (DILR)ની કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય અમલમાં મૂક્યો
નવી વ્યવસ્થાથી સ્થાનિક સ્તરે જમીન સંબંધિત માપણી, રેકોર્ડ અને દફતરના કામો ઝડપથી પૂર્ણ થશે
સરકારના નિર્ણયથી ખેડૂતો, જમીન માલિકો અને અરજદારોને સમય, ખર્ચ અને હેરાનગતિમાંથી રાહત મળશે