મુંદરામાં મૂળ બિહારના 35 વર્ષીય યુવાનની હત્યા

copy image

copy image

મુંદરામાં મૂળ બિહારના ચાલક એવા 35 વર્ષીય યુવાનના ચહેરા પર અજાણ્યા ઇસમે ઇજા પહોંચાડી તેની હત્યા કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ગતસવારે આઠ વાગ્યા પહેલાં કોઇપણ સમયે ટી-પોઇન્ટ સર્કલ પાસે આ બનાવ બન્યો હતો, જેમાં 35 વર્ષીય યુવાનના ચહેરા ઉપર કોઇ અજાણ્યા ઇસમે જીવલેણ ઇજાઓ કરી આરોપી નાસી છૂટયો હતો.મૂળ બિહાર હાલે ઘનશ્યામ કોમ્પ્લેક્સ મુંદરા પોર્ટ રોડ પર રહેતા યુવાનની કોણે અને ક્યા કારણોસર હત્યા કરી હશે તે અંગેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.