ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ પકડાયા
copy image

copy image
દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે.ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર, પકડાયેલા તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે અને લાંબા સમયથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તેમજ આતંકવાદી સંગઠનના સંપર્કમાં રહીને ગુજરાત રાજ્યમાં સંગઠનના નેટવર્કને મજબૂત કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોને આગળ ધપાવવા માટે સક્રિય હતા. સ્થાનિક સ્તરે રેકી કરવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવા પાછળ પણ તેમનો હાથ હોવાની આશંકા દેખાઈ રહી છે આતંકીઓના આ મોડ્યુલ અંગે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. તે દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્ય પ્રદેશના અલગ-અલગ શંકાસ્પદ જગ્યા પર એકસાથે રેડ પાડવામાં આવી હતી.આ ઓપરેશનમાં 8 આરોપીઓ આબાદ ઝડપાઈ ગયા હતા.