ટ્રમ્પની કમાણીમાં ભારતનું મોટું યોગદાન: ૬ શહેરોમાંથી કરી કરોડોની કમાણી
copy image

copy image
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કમાણીના આંકડા જાહેર થયા છે,જેમાં ભારત તેમના માટે એક મોટું કમાણીનું સાધન સાબિત થયું છે. યુએસ ઑફિસ ઓફ ગવર્મેન્ટ એથિક્સમાં આપેલી વિગતો અનુસાર, દિલ્હી,પૂણે અને ગુરુગ્રામ જેવા શહેરોમાંથી તેમણે મોટી કમાણી કરી છે. ટ્રમ્પની આ કમાણી પાછળનું કારણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથેના લાયસન્સ કરાર જે કરારો હેઠળ ડેવલપર્સ ફી ચૂકવીને પોતાના લક્ઝરી પ્રોજેક્ટ્સમાં ટ્રમ્પના નામનો ઉપયોગ કરે છે. ભારતના 6 શહેરોમાંથી અધધ કમાણી સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર ટ્રમ્પ પરિવારની આવકમાં 10 મિલિયન ડોલર એક ભારતમાંથી આવ્યા છે. દેશના 6 મુખ્ય શહેરો આ કમાણીનું કેન્દ્ર રહ્યા જેમાં સૌથી વધુ ગુરુગ્રામમાંથી 3.6 મિલિયન ડોલર અને દિલ્હીમાંથી 1.8 મિલિયન ડોલરની કમાણી થઈ આ સિવાય હૈદરાબાદમાંથી 1.5 મિલિયન ડોલર, નોઇડામાંથી 1.5 મિલિયન ડોલર, પૂણેમાંથી 1.5 મિલિયન ડોલર અને મુંબઈમાંથી 1,80,850 ડોલરની કમાણી થઈ છે. સૌથી વધુ કમાણી મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશોમાંથી કરે છે. તેમણે દુબઈમાંથી 11.7 મિલિયન ડોલર, અબુ ધાબીમાંથી 10 મિલિયન ડોલર, સાઉદી અરેબિયામાંથી 9.2 મિલિયન ડોલર અને દોહામાંથી 5.25 મિલિયન ડોલરની કમાણી કરી છે. આ સિવાય વિયેતનામ, રોમાનિયા, તૂર્કીયે અને ઇન્ડોનેશિયા જેવા દેશો સાથેના લાયસન્સિંગ કરારોથી પણ તેમને મોટો ફાયદો થયો છે. ક્રિપ્ટો બિઝનેસથી 1.4 અબજ ડોલરનો બમ્પર નફો વર્ષ 2025 દરમિયાન ટ્રમ્પના કૌટુંબિક ક્રિપ્ટો બિઝનેસમાં તેજી જોવા મળી પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે લીધેલા નીતિગત નિર્ણયો અને ડિજિટલ એસેટ્સ પ્રત્યેના વલણને કારણે તેમની આવક ઝડપથી વધી છે. તેમના પુત્રોની ક્રિપ્ટો કંપની ‘વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ’ એ 80 કરોડ ડોલર કમાવ્યા છે, આ સિવાય ટ્રમ્પે પોતાના ‘ટ્રમ્પ મીમ કોઈન’ના વેચાણથી 63.5 કરોડ ડોલરની કમાણી કરી છે. પ્રમુખ પદ સંભાળ્યા બાદ તેમણે સ્ટેબલકોઈન માટે ફેડરલ નિયમો લાગુ કર્યા અને સરકારી એજન્સીઓની ક્રિપ્ટો ઉદ્યોગ પરની કડક કાર્યવાહીને મર્યાદિત કરી, જેનો સીધો ફાયદો તેમના પરિવારના ક્રિપ્ટો બિઝનેસને મળ્યો છે.