ચો૨ીના ૨ (બે) મોટર સાઈકલ સાથે એક આરોપીને પકડી પાડી ત્રણ વર્ષ અગાઉ થયેલ વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના બનતા ગુના અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીરા ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા પો.સ્ટે વિસ્તારમાં જરૂરી પેટ્રોલિંગ રાખી આવા ગુનાઓ શોધી કાઢવા ચુચના કરતા જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફ ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સ થી મળેલ ખાનગી બાતમી હકિકત આધારે ગાંધીધામ મચ્છનગર વિસ્તાર ખાતેથી એક ઇરામને શંકાસ્પદ મોટર સાઈકલ સાથે પકડી પાડી તેની ઉડાણ પુર્વકની પુછપરછ કરતા વર્ષ ૨૦૨૩ ની અંદર ગાંધીધામ ખજ્ઞા માર્કેટ વિસ્તાર માથી સદર મોટર સાઈકલ વાહન ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ મજકુર આરોપી પારસેથી વધુ એક શંકાસ્પદ મોટર સાઈકલ કબ્જે કરી તેના વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬,૩૫(૧)(ઈ) મુજબ કાયદેસરની કાર્યવાઠી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપીઓ ::
અબ્બાસ રમજાન વિરા ઉ.વ.૨૫ રહે- નવાનગર લાકડા ફળીયાની બાજુમા, અંજાર
:: શોધાયેલ ગુનો ::
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફ.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૬૨૩૧૧૩૩/૨૦૨૩ ઈ.પી.કો ક- ૩૭૯
:: કબ્જે થયેલ મુદામાલ ::
(૧) સ્પેન્ડર પ્લસ વાહન રજી નંબર GJ-12-EF-4152 કિ.રૂ.૫૦,૦૦૦/-
(૨) યામાઠા એફ.ઝેડ વાહન રજી નંબર- GJ-10-BA-0136 કિ.રૂ.૪૦,૦૦૦/-
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.