ભારતીય કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે આશરે 52,000 કરોડ રૂપિયાની સ્વીકૃતિ મંજૂર
copy image

કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે આશરે 52,000 કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદી દરખાસ્તોને આવશ્યકતાની સ્વીકૃતિ મંજૂર કરવામાં આવી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ દરખાસ્તોમાં નૌકાદળ માટે એન્ટિ ડ્રોન સિસ્ટમ, મિસાઇલ, કામિકાઝ ડ્રોન, માનવરહિત હવાઈ સિસ્ટમ અને ઉચ્ચ-ઊંચાઈવાળા સર્વેલન્સ પ્લેટફોર્મની ખરીદીનો સમાવેશ થાય છે. ભારતીય સેના માટે `આકાશ તરંગ’ એન્ટિ યુએવી ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ , વેરી શોર્ટ રેન્જ એરડિફેન્સ સિસ્ટમ, ટેન્ક માટે એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ અને જેટ આધારિત કામિકાઝ ડ્રોન સિસ્ટમની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આકાશ તરંગ સિસ્ટમ વિવિધ સૈન્ય એકમોને ડ્રોન જેવા ખતરા સામે અસરકારક રક્ષણ પૂરું પાડશે. એમપીએટીજીએમ દુશ્મનના સશત્ર અને યાંત્રિક વાહનોનો સામનો કરવાની સૈન્યના પાયદળ એકમોની ક્ષમતાને મજબૂત બનાવશે. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમ્યાન પાક. તરફથી ડ્રોનનો સામનો કરવો પડયો હતો. આ સિસ્ટમ દેશનાં યુદ્ધની ટેકનિકને મજબૂતી આપશે. ટેન્કો માટે મંજૂર થયેલ સક્રિય સુરક્ષા પ્રણાલી તેમની સંરક્ષણ ક્ષમતાઓ અને યુદ્ધ ક્ષેત્રમાં ટકી રહેવાની ક્ષમતામાં વધારો કરશે. જેટ આધારિત કામિકાઝ ડ્રોન સિસ્ટમ્સ ઇલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવતી વખતે ઓછા ખર્ચે વધુ ઘાતકતા અને ટકી રહેવાની ક્ષમતામાં સુધારો કરશે. ભારતીય નૌકાદળ માટે, કાઉન્સિલે મલ્ટિ ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન, નેવલ શિપબોર્ન અનમેનન્ડ એરિયલ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ માટે લેન્ડ બેઝ્ડ ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપવાના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મલ્ટિ ઈન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ પરિષદે ભારતીય વાયુસેના માટે ફિક્સ્ડ વિંગ આધારિત હાઇ એલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે.