નખત્રાણા પોલીસે 80 હજારના શરાબ સાથે ભુજના યુવાનને ઝડપ્યો

copy image

copy image

 કારમાં શરાબ ભરી ભડલીથી ભુજ તરફ આવતા ભુજના શખ્સને નખત્રાણા પોલીસે ઝડપી` પાડયો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સવારના અરસામાં નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની મારુતિની સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડીમાં શરાબનો જથ્થો ભરેલો છે અને હાલે તે ગાડી ભડલીથી ભુજ તરફ જવાની છે. આથી ગાડીને ઊભી રખાવી ડીકીની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીના 524  ર્ક્વાટરિયા જેની કિં. રૂા. 80,500 તથા કાર કિં. રૂા. ત્રણ લાખ અને એક મોબાઈલ કિં.રૂા. 3000 એમ કુલ્લે રૂા. 3,83,500ના મુદ્દામાલ સાથેએક ઇસમને ઝડપી લીધો હતો. જ્યારે આ કામના અન્ય આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.