પશુડા ગામે છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યા અંગે એસટી સમાજ અને ભીમ આર્મી દ્વારા TDO ને આવેદનપત્ર પાઠવ્યું

આજરોજ પશુડા ગામે અંદાજિત 50 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. એસટી સમાજ એટલે કે ભીલ સમાજના આગેવાનો અને ગામના સરપંચ શ્રી સાથે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી પાણીની ગંભીર સમસ્યાને લઈને TDO સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રજૂઆતમાં ગામના સરપંચ શ્રી ભુરાભાઈ ભચુભાઈ ભીલ, બાબુ છગન ભીલ, દિલીપ પોપટ ભીલ, જેરામ લગધીર ભીલ, મોહન વાંધા ભીલ અને રસિક લગધીર ભીલ સહિત સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામલોકોની સમસ્યા TDO સાહેબ સમક્ષ રજૂ કરી હતી.
આ સાથે ભીમ આર્મી દ્વારા પણ આ મુદ્દાને સમર્થન આપી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર, મહામંત્રી ભીમજીભાઈ બોચિયા, જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદભાઈ વાઘેલા, સંગઠન મંત્રી નવાબભાઈ ખલીફા તેમજ ભીમ આર્મીના તાલુકા અને જિલ્લાના કાર્યકર્તા મિત્રો જોડાયા હતા.
ગામલોકોએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની ભારે તંગી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે સામૂહિક રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો તાત્કાલિક ધોરણે પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.