કરછ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો માટે નવી બે યોજનાઓ અમલી

કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવીન
બે યોજનાઓ માટે ૧). ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુકત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ માટે એકમ ખર્ચ: ૫,૦૦,૦૦૦ પ્રતિ એકમ/સ્ટ્રકચર (૧.૦૦ હેકટર વિસ્તાર માટે) ધ્યાને લઇ એકમ ખર્ચના ૪૦ % અથવા મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય મળવા પાત્ર રહેશે. વધુમાં એકમ/સ્ટ્રકચર ૦.૨૦ હેકટરથી વધુમાં વધુ ૧.૦૦ હેકટર વિસ્તારમાં બનાવવાનું રહેશે. પ્રોરેટા બેઝ મુજબ સહાય આપવાની રહેશે. ૨). બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ માટે સહાય હેઠળ અતિધનિષ્ટ ખેતી પધ્ધતિથી એક થી વધુ ફળપાકનું વાવેતર કરવાનું રહેશે. જેમાં ખેડૂતોને પાકવાર નિયત થયેલ પ્રતિ રોપા/કલમ /ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઇ વાવેતર કરેલ રોપા/કલમો મુજબ સહાય મળશે. આ યોજનામાં આ ઉપરાંત રોપા/કલમોના વાવેતર પર ઇનપુટ/લેબર ખર્ચ માટે પ્રતિ હેકટરે ૧૦,૦૦૦ રૂપિયાની પ્રોરેટા બેઝ પ્રમાણે સહાય મળવા પાત્ર રહેશે આ યોજના અંતર્ગત ખાતા દીઠ/લાભાર્થી દીઠ વાવેતર માટે મહત્તમ ૪.૦૦ હે. સુધી સહાય મળવા પાત્ર થશે. વગેરે જેવા કુલ ૦૨ ઘટક માટે સહાય મેળવવા તા.૨૪/૦૭/૨૦૨૬ સુધી દિન-૧૬ માટે નવીન આઇ- ખેડુત પોર્ટલ (૨.૦) ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ બાગાયતી સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ નવીન આઇ- ખેડૂત પોર્ટલ (૨.૦) માં આપેલ યુઝર મેન્યુઅલ મુજબ ઓનલાઇન અરજી કરવા આથી જાહેર હિતમાં સુચીત કરવામાં આવે છે. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી. યોજનાની ટૂંકી વિગતો આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. તેમજ વધુ માહીતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં: ૩૨૦ બીજો માળ બહુમાળી ભવન, ભુજ, જિ કચ્છના સરનામે સંપર્ક કરવો.