વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને નિદર્શન કીટોનું વિતરણ, ભચાઉ

ખેડૂતો સુધી આધુનિક કૃષિ ટેકનોલોજી પહોંચાડવા, ભગામણ કરાયલ સુધારેલ જાતોના પ્રચાર-પ્રસારને વેગ આપવા તેમજ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓના ભાપક અમલીકરણના હેતુથી વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ પસંદની પામેલા ખેડૂતોને નિદર્શન કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.

ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી યોજના અંતર્ગત કુલ ૫ ખેડૂતોને પ્રતિ ખેડૂત ૪.૦૦ કિલોગ્રામ મુજબ કુલ ૨૦.૦૦ કિલોગ્રામ દિવેલાની GCH-8 જાતના બીજ તેમજ નુબેરની GT-107 જાતના બીજનું નિદર્શન આપવામાં આવ્યું છે. આ નિદર્શનનો હેતુ ખેડૂતોને ભલામણ કરાયેલ સુચારેલ જાતોના ઉત્પાદન અને તેમની કાર્યક્ષમતાનો ખેતર રનરે પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો છે.

હોલીસ્ટિક એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ વિભાગીય સંશોધન કેન્દ્ર પ્રવારા દત્તક લેવામાં આવેલા કુંભારડી અને ગુણાતીતપુર ગામોમાં વિવિધ પાકોના નિદર્શન માટે કુલ ૧૦ ખેડૂતોને ૪૦.૦૦ કિલોગ્રામ દિવેલાની GCH-8 જાન, ૧૦ ખેડૂતોને ૧૦.૦૦ કિલોગ્રામ મગની CM-4 જાત તથા ૨૦ ખેડૂતોને ૮૦.૦૦ કિલોગ્રામ તુવરની GT. 107 જાતના બીજનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, બંને ગામોની કુલ ૩૦ મહિલા થાયાથીઓને પોષણયુક્ત આહાર અને ઘરઆંગણે શાકભાજી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કિચન ગાર્ટનિંગ કીટ પણ આપવામાં આવી છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) અંતરર્ગત કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ચાર. અલગ-અલગ નિદર્શન કાર્યકમો અમલમાં મૂકવામાં માળા છે. દરેય નિદર્શન માટે ૧૫ ખેડૂતોની પસંદગી કરવામાં આવતા કુલ ૬૦ ખેડૂતોને લાભાન્વિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ હેઠળ કેસર ભાતના કુલ ૪૨૦ આભાના રોપા, મગની GAM-9 જાતના ૯૧.૦૦ કિલોગ્રામ, ઉિદેવાની GCH-8 જતા ૧૩૦,૦૦ કિલોસામ ઘણના ૨:૪૦,૦૦ કિલોગ્રામ, તુવેરની GT-107 mAH ૮૦.00 કિલોશામ તથા કારીંગડાના ૧૫,૦૦ કિલોસામ વિયારણનું વિતરણ કરવામાં આબુ છે. ઉપરાંત, સંકલિત ખેતી પદ્ધતિના નિદર્શન અંતર્ગત રજકો, બાજરી, અડદ, પર્વવા, ચીક, જાયફળ, સીતાફળ, ડ્રેગન ફૂટ, લીંબુ ફાવ્યા, સરગવો તેમજ કિચન ગાર્ડન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

આ તમામ નિદર્શન કાર્યક્રમોના મુખ્ય હેતુ ખડૂતોને સુધારેલ જાતો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓનો ખેતર સ્તરે પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો, પાણ વૈવિાકણને પ્રોત્સાહન આપવાના, (વાનો ભાગાયતી પાકો અને સંકલિત ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રેરિત કરવાનો, પાણી તથા અન્ય કુદરતી સંસાધનોનો કાશમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો તેમજ ઉપાદન, ઉત્પાદકના અને ખેડૂતોની આવકમાં વધારો કરવાની છે.

આ કાર્યક્રમ દરમિયાન ડૉ. યોગશ રાઠવા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ જણાવ્યું હતું કે, “આ નિદર્શન કાર્યકમો માત્ર બીજ વિતરણ પુરના મર્યાદિત નથી. નિદર્શન માટે પસંદગી પામેલા ખેડૂતોને સમગ્ર પાક અવધિ દરમિયાન વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, સમયાંતરે નાનીકી માર્ગદચેન, ખેતર મુલાઉન, જવાત અને રોગ નિયંત્રણ તેમજ પાક વ્યવસ્થાપન અંગે સતત માર્ગદર્શન આપવામાં આવશે જેથી નિદર્શનના સકારાત્મક પરિણામાં વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે અને નવી ટેકનોલોજીનો બાપ વર્ષ.”

કેન્દ્ર વડા અને રાહ રાઠોધન વૈજ્ઞાનિક ડો. આર. એમ. જાડજાએ ખેડૂતોને અપીંગ કરતાં જણાવ્યું હતું કે નિર્શન હેઠળ આપવામાં આવેલી સુધારેલ જાતો અને બાગાયતી પાકોનું વૈજ્ઞાનિક અભિગમ સાથે વાવેતર કરી ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરે તેમજ પોતાના નામ અને આસપાસના વિસ્તારમાં અન્ય ખેડૂતોને પણ આ ટેકનોલોજી અપનાવવા પ્રેરિત કરે. આ ઉપરાંત, સરદાર કૃષિનનર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીના ઘરને ખેડૂતોને નિદર્શન કીટીનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા તેમણે ખેડૂતોને આધુનિક, ટકાઉ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું ખેડૂતોની પસંદગી, લાભાર્થીઓ સાથે સંકલન તેમજ નિદર્શન કીટોના આયોજનબધ્ધ વિતરણમાં મદદનીશ સંશોધન વૈમાનિક ડૉ. યોગેશ રાઠવા, શ્રી રાજ પરવાડીયા, સિનિયર રિસર્ચ ફેલો તેમજ ખેતી મદદનીશ. શ્રી જયપાલસિયા ડાભીએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.