ભુજ હમીરસર કાંઠો ગુંજી ઉઠ્યો! 1200 કલાકારો અને 48 ફ્લોટ સાથે ભુજ માં કચ્છ કાર્નિવલ નો રંગેચંગે શુભારંભ

કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ ની સંધ્યાએ ભુજ નો ઐતિહાસિક હમીરસર કાંઠો આજે કચ્છી રંગો થી ઝળહળી ઉઠ્યો. પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમ છાંગા ની વિશેષ ઉપસ્થિતિ માં કચ્છ કાર્નિવલ નો ભવ્ય શુભારંભ થયો.
મહાદેવ ગેટ થી ખેંગાર પાર્ક સુધી નીકળેલા આ કાર્નિવલ માં કચ્છ ભર ના 1200 થી વધુ કલાકારો એ ભાગ લીધો. 48 ભાતિગળ ફ્લોટ દ્વારા કચ્છી, ગુજરાતી અને અન્ય રાજ્યો ની સંસ્કૃતિ ની અદભુત ઝાંખી રજૂ કરવામાં આવી. કચ્છ ઢોલ, કચ્છી રાસ, ટિપ્પણી રાસ, યોગાસન અને અષાઢી બીજ યાત્રા જેવી પ્રસ્તુતિ ઓ થી લોકો મંત્રમુગ્ધ બની ગયા.
પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા એ કચ્છી માડુંઓ ને અષાઢી બીજ ની શુભેચ્છા આપતા કહ્યું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિકાસ ના વિઝન થી કચ્છ આજે મોડલ બન્યો છે. મૂળભૂત સુવિધા થી લઈ ને રોજગારી સુધી કચ્છ ની કાયાપલટ થઈ છે અને રાજ્ય સરકાર કચ્છ ના વધુ વિકાસ માટે કટિબદ્ધ છે”.
ઉચ્ચ અને ટેકનિકલ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા એ જણાવ્યું કે “કચ્છ કાર્નિવલ એ કચ્છ જિલ્લા ની સંસ્કૃતિ ને દેશ-દુનિયા માં ઉજાગર કરતો ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ આ પરંપરા ની શરૂઆત કરી હતી”.
સાંસદ વિનોદ ચાવડા એ કહ્યું કે “અષાઢી બીજ એ દરિયાખેડુ, ખેડૂત અને માલધારી સહિત તમામ કચ્છી ઓ નો લોકોત્સવ છે. રાજાશાહી સમય થી ચાલી આવતી આ પરંપરા ને વડાપ્રધાન મોદી એ ફરી જીવંત કરી છે”.
સમી સાંજે સંગીત અને લોકસાહિત્ય ના રણકાર થી હમીરસર કાંઠો ગુંજી ઉઠ્યો. હજારો ની સંખ્યા માં ઉપસ્થિત જનમેદની એ કચ્છી નવા વર્ષ ને નવા ઉત્સાહ થી ઉજવ્યો. વિવિધ સમાજ, સંસ્થાઓ, શાળાઓ અને મહિલા મંડળો પણ આ કાર્નિવલ માં જોડાયા હતા.
કચ્છ ની કલા અને કચ્છી યત આજે ખરેખર સોળે કળા એ ખીલી ઉઠી.