અષાઢી બીજે મેઘરાજા મહેરબાન! જૂની દુધઈ માં બપોરે વરસાદ, માલધારીઓ માં ખુશી ની લહેર

આજે બપોરે જૂની દુધઈ ગામ અને આસપાસ ના વિસ્તારો માં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અષાઢી બીજ ના દિવસે મેઘરાજા મહેરબાન થતા ભારે ઝાપટા સાથે વરસાદ શરૂ થયો. થોડી જ વાર માં રોડ અને શેરીઓ માં પાણી વહી નીકળ્યા. ગામ માં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.
લાંબા સમય થી વરસાદ ની રાહ જોઈ રહેલા માલધારી સમાજ ના લોકો માં વરસાદ આવતા જ ખુશી ની લહેર ફરી વળી. પશુઓ માટે ઘાસ-ચારો અને પાણી ની સમસ્યા દૂર થશે તેવી આશા સાથે બધા એ ખુદા પાક નો આભાર માન્યો.
ખેડૂતો એ પણ કહ્યું કે અષાઢી બીજ ના દિવસે થયેલા આ વરસાદ થી ખેતી ને નવજીવન મળશે.
આજ નો વરસાદ જૂની દુધઈ માટે ખરેખર રાહત ભર્યો બન્યો છે.