નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ દરમિયાન જવાને સર્વિસ રાઇફલથી જીવન ટૂંકાવ્યું
અબડાસા તાલુકાના ભાનાડા વિસ્તારમાં આવેલા એરફોર્સમાં ફરજ બજાવતા 27 વર્ષીય જવાને પોતાની સર્વિસ રાઈફલથી જાતે ફાયારિંગ કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું સૂત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ હરિયાણાના અને ભાનાડા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન બુધવારે સાંજે પોતાની ગાર્ડની ફરજમાં હતો, તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસાર પોતાના પાસે રહેલી એ.કે. 103 રાઈફલથી પોતાની ગરદનથી માથા સુધી ફાયારિંગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. તે દરમ્યાન બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે એરફોર્સના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ પોચી આવ્યા હતા અને બનાવ સ્થળે જ પોતાની બાઈક પાસે રાઈફલથી ફાયરિંગ કરેલી હાલતમાં ગરદનથી માથાના ભાગે લાગેલી ગોળીથી લોહીલુહાણ હાલતમાં યુવાન પડયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, તે દરમ્યાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.