નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ કેદીઓ માટે એક મહત્વના દિશાનિર્દેશો જાહેર કર્યા

copy image

copy image

copy image
copy image

નવી દિલ્હી  સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ કેદીઓ માટે એક મહત્વના દિશાનિર્દેશો જાહેર કરતા કહ્યું છે કે વૃદ્ધ અને ગંભીર બીમાર કેદીઓની સમય પહેલા મુક્તિ માટે રાજ્ય ત્રણ મહિનામાં નીતિ બનાવે. અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કહ્યું છે કે ત્રણ મહિનાની અંદર એવી નીતિ તૈયાર કરે જેના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રીતે બીમાર અને શારીરિક રીતે અક્ષમ કેદીઓને સમય પહેલાં જેલમાંથી મુક્તિ મળી શકે. આ મામલે 19 જાન્યુઆરી, 2027ના સુનાવણી કરવામાં આવશે.અદાલતે નિર્દેશ આપતા કહ્યું હતુ કે, નીતિમાં જેલમુક્તિ માટે સ્પષ્ટ પાત્ર માપદંડ નક્કી કરવામાં આવે  કેદીઓની સ્વાસ્થ્યની સ્થિતિનું નિષ્પક્ષ વિવરણ કરવા માટે સ્વતંત્ર મેડિકલ બોર્ડ બનવું જોઈએ. કોઈપણ કેદીને માત્ર પ્રશાસનિક વિલંબના કારણે પોતાનાં જીવનના અંતિમ દિવસો કે વર્ષ જેલમાં વિતાવવા મજબૂર કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં કહ્યું છે કે સમય પુર્વ જેલમુક્તિની પૂરી પ્રક્રિયાને ઇ-પ્રીઝન્સ પોર્ટલ સાથે જોડવામાં આવે.