ભચાઉ મેઘપર-કુજીસર નજીક આવેલ કર્મતારા પવન ઉર્જા કંપની માં સ્થાનિક ઉચ્ચ, ટેક્નિકલ શિક્ષણ પ્રાપ્ત યુવાનો થી અન્યાય અંગે.
મહેરબાન સાહેબ શ્રી જયભારત સાથે જણાવવાનું કે ભચાઉ તાલુકાના મેઘપર કુંજીસર ગામ નજીક આવેલ કર્મતારા પવન ઉર્જા કંપની માં સ્થાનિક લોકો ને ભારોભાર અન્યાય થતો આવેલ છે.આ એકમ મોટાપાયા નું ખાનગી એકમ છે.જેમાં મજુરી થી કરી ને હજારો ટેક્નિકલ જગ્યા ઓ ઉપર કચ્છ જિલ્લા ના સ્થાનિક બેરોજગારો થી ખુબ જ અન્યાય થઈ રહેલ છે. અમુક માથાભારે તત્વો એ આ આખાય એકમમાં પોતાની રાજકીય અને દબંગાઈ ની તાકાત થી પોતાના મળતિયા સેંકડો લોકો ને સેટ કરી દિધા છે.ભચાઉ તાલુકાના તથા આસપાસના ગામોમાં થી હજારો બેરોજગાર યુવાનો આ એકમમાં રોજગારી માટે આવી ને કામ કરવા પોતાની રજૂઆત કરે છે તો એમને કંપની ના ગેટથી જ ભગાડી દેવામાં આવે છે.માથાભારે અને દબંગ લોકો ને પસંદ આવે એમને જ અહિં કામ આપવામાં આવે છે.પરપ્રાતિય લોકોને કામ ઉપર રાખી ને એમનું પણ શોષણ કરવામાં આવે છે.
આ માથાભારે તત્વો માટે ટેકનિકલ કે ઉચ્ચ શિક્ષણ ની ડીગ્રી નું કોઈ મહત્વ નથી. સ્થાનિક ગામડાઓમાં થી આઈટીઆઈ, ડીપ્લોમા, એન્જિનિયર થયેલા તેમજ બીએસસી,બીકોમ, બીએ થયેલા યુવાનો માટે આ એકમમાં રોજગારી ની કોઈ જ તકો ઉપલબ્ધ નથી.
જેથી આ એકમ ઉપર કડક કાર્યવાહી કરાવવા અને તાત્કાલિક અસરથી નિયમો વિરુદ્ધ ટેકનિકલ ડીગ્રી વગરના કંપની માં કામ કરી લાગવગ અને દબંગાઈ થી ઉંચા વેતન મેળવતા અને સ્થાનિક લોકો થી અન્યાય કરતા, નિયમો ની ઐસીતૈસી કરતા લોકો ને તાત્કાલિક સસ્પેન્ડ કરાવી કંપની નિયમો અને સરકારી પરિપત્રો નું અમલ કરાવવા વિનંતી.
જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમોએ તાલુકા ના શિક્ષિત બેરોજગાર યુવાનો ની સાથે આ એકમ સામે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે, ધરણાં આંદોલન અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ને પણ આ એકમ માં થતી લાગવગ અને દબંગાઈ તેમજ આસપાસના ગામોમાં રહેતા ભણેલા ગણેલા યુવાનો સાથે વારંવાર થઈ રહેલા અન્યાય અત્યાચાર સામે મોટાપાયે જન આંદોલન કરવાની ફરજ પડશે.જેની જવાબદારી આ એકમ તેમજ અન્ય સરકારી તંત્ર ની રહેશે.
અમોને મળેલી માહિતી મુજબ આ એકમમાં રાજકીય હસ્તક્ષેપ ને કારણે સ્થાનિક કોઈપણ પ્રકારની યોગ્યતા સાથે ટેકનિકલ ડીગ્રી ધરાવતા યુવાનો ને ન રાખવા અંગે દબાણ હોવા નું જાણકારો કહે છે.તેમજ ઓછા ભણેલા બીજા જિલ્લા ના યુવાનો અહીં ઉચ્ચ વેતન સાથે કામ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.જે બાબતે સરકાર નિયમ મુજબ ન્યાયિક કાર્યવાહી કરશે એવી વિનંતી.