ભારત સરકારના ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુ ને મળી વિમાની સેવા માટે રજૂઆત કરતાં સાંસદશ્રી વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી.

IMG-20260807-WA0013

લોકસભા નાં ચોમાસુ સત્ર દરમ્યાન કચ્છ નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા તેમજ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી એ ભારત સરકાર નાં ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી સંસદીય મતક્ષેત્ર નાં કંડલા વિમાની સેવા વિસ્તરણ – યાત્રિક સુવિધાઓ વધારવા – નવી વિમાની સેવા શરૂ કરવા અને કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ માટેની રજૂઆતો કરી હતી. તા. ૭ મી ઓગસ્ટ નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ દેશના નાગરિકોને સ્વદેશી કાપડ અપનાવવા વોકલ ફોર લોકલ ની ભાવના મજબુત કરવા આહવાન કર્યું હતું. તે અંતર્ગત તા. ૭ મી ઓગસ્ટે કચ્છ નાં સાંસદ શ્રી વિનોદ ચાવડા એ કેન્દ્રીય
ઉડ્ડયન મંત્રીશ્રી ને કચ્છી સાલ વડે સન્માનિત કરી – સાંસદશ્રી એ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ વિવિધ પ્રશ્નો જેમ કે (૧) કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ (૨) કંડલા – મુંબઈ વિમાની સેવા, (૩) કંડલા એરપોર્ટ ઉડાન સ્કીમ હેઠળ વિમાની સેવા (૪) કંડલા થી બેંગ્લોર અને હૈદરાબાદ (સાઉથ ઇન્ડિયા) વિમાની સેવા અંગે રજૂઆતો ઉડ્ડયન મંત્રીશ્રી નાયડુજી ને રૂબરૂ મળી કરેલ છે. તેમણે સકારાત્મક પ્રતીભાવ આપતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત રજૂઆત ને લક્ષ માં લેવાશે. સાંસદશ્રી સાથે ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી પણ હાજર રહ્યાં હતા.