બન્નીની ગુંજ: ચિત્તા સેન્ટરની જગ્યાએ લહેરાયો તિરંગો, માલધારીઓએ રાષ્ટ્રભક્તિ અને અસ્મિતાથી ઊંચો કર્યો સર
કચ્છની ધરતી બન્નીના માલધારીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું કે દેશભક્તિ અને પોતાની ઓળખ માટે તેઓ કોઈ પણ હદે જઈ શકે છે.15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના પવિત્ર દિવસે બન્નીમાં બનવા જઈ રહેલા ચિત્તા સંવર્ધન કેન્દ્રની જગ્યાએ માલધારીઓ એકઠા થયા. હાથમાં દેશનો ગૌરવ તિરંગો લઈને તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિરોધ નોંધાવ્યો.માલધારીઓનું કહેવું છે કે આ જમીન બન્નીની ઓળખ છે. પેઢીઓથી અહીંના પશુઓ ચરે છે અને અહીંની માટી સાથે માલધારીઓનો જીવ જોડાયેલો છે. જો આ જગ્યા ચિત્તા સંવર્ધન માટે જતી રહેશે તો બન્નીની સંસ્કૃતિ અને માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે.વિરોધ સાથે જ દેશભક્તિનો જુસ્સો પણ જોવા મળ્યો. માલધારીઓએ કહ્યું કે અમે દેશના છીએ અને દેશ માટે જીવવા તૈયાર છીએ, પરંતુ અમારી ધરતી, અમારા પશુઓ અને અમારી જીવનશૈલી સાથે કોઈ સમાધાન નહીં.સંસ્થાના આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે વિદેશથી આવતા પ્રાણીઓ માટે અહીંની ફળદ્રુપ જમીન આપવાને બદલે બન્નીના મૂળ વતનીઓ એટલે કે માલધારીઓના પશુઓ માટે ઘાસ અને પાણીની વ્યવસ્થા થવી જોઈએ.આ વિરોધમાં બન્નીના ખૂણે ખૂણેથી માલધારી ભાઈઓ બહેનો એકઠા થયા હતા. નુરમામદ જત, સમા જત, મુતવા, આહીર સહિત તમામ સમાજના લોકો ખભે ખભા મિલાવીને ઉભા હતા. કોઈના ચહેરા પર ડર નહોતો, માત્ર ગર્વ અને સ્વાભિમાન તુ માલધારીઓએ એમ પણ જાહેર કર્યું કે જો આગામી સમયમાં તેમની વાત નહીં સાંભળવામાં આવે તો 26 જાન્યુઆરીએ તેઓ મોટા પાયે પ્રદર્શન કરશે.આજે બન્નીના માલધારીઓએ બતાવી દીધું કે તેઓ માત્ર પશુપાલક નથી, તેઓ આ ધરતીના રખેવાળ છે. તેમના આ સાહસ અને એકતાએ દરેક કચ્છીનો સર ગર્વથી ઊંચો કરી દીધો છે.