ભુજ નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતું

મુન્દ્રા રોડ લોકેશન પાસે આશાપુરા સ્કૂલ પાસે ના સર્કલ ખાતે આઠ માસથી રોડનું કામ ચાલતું હતું જે માંડ માંડ પૂરો થયો ત્યાં ગટરનું કામ ચાલુ થયું અને તેના માટે ખોદકામ કરવામાં આવ્યું. ખરેખર તો જ્યારે રસ્તાનું કામ લાંબો સમય સુધી ચાલુ હતો તે સમયે ગાળા દરમિયાન જ ગટર માટેનું ખોદકામ થઈ જવું જોઈતું હતું હાલમાં ગટર માટે કરવામાં આવેલા ખાડાઓ બે માસથી જેસે થે સ્થિતિમાં પડ્યા છે આ ખાડાઓના લીધે મુન્દ્રા લોકેશન ના હજારો લોકોને રોજ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ભુજ નગરપાલિકા ગટર માટે જ્યાં કામગીરી કરે છે ત્યાં તે વિસ્તારને ભાનમાં લઈ લે છે હવે તાત્કાલિક કશ્યપથી આ કામ ચાલુ કરી અને પૂર્ણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે ભુજ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, જયવીર સિંહ જાડેજા, રાજેશ ત્રિવેદી એ જણાવ્યું હતું