મસ્કા ખાતે દીકરી જન્મોત્સવની અનોખી ઉજવણી

બેટી બચાવો બેટી પઢાવો યોજનાના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવવા તથા દીકરીના જન્મને સમાજમાં ગૌરવભેર આવકારવા માટે “દીકરી જન્મોત્સવ”ની અનોખી પહેલ કરવામાં આવેલ. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા ગામમાં નવજાત દીકરીના ઘરે વાજતે-ગાજતે છાબ લઈને ફૂલેકું કાઢવામાં આવેલ હતું.માન.ધારાસભ્યશ્રી દ્વારા દિકરીના ઘરના ઉબરે આશોપાલવ તોરણ બાંધી દીકરીનું કંકુ ચોખા વડે પૂજન કરવામાં આવેલ અને પરિવારજનોને દીકરીના જન્મની શુભેચ્છાઓ પાઠવી. દીકરીના જન્મને આનંદના અવસર તરીકે ઉજવી સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક અને ગૌરવપૂર્ણ અભિગમ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે મસ્કા ગામમાં નવતર જન્મેલ દીકરીઓને “દીકરી વધામણા કીટ” અર્પણ કરવામાં આવી હતી.. સદર કાર્યક્રમમાં મસ્કા ગામના સરપંચશ્રી ઉર્મિલાબેન, તાલુકા પંચાયત સભ્યશ્રી શિલ્પાબેન ગોર તથા તાલુકા પંચાયત સદયશ્રી કિર્તીભાઈ ગોર ,જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે ઉપસ્થિત રહ્યા હતાં. દીકરી બચાવીએ, દીકરી ભણાવીએ અને દીકરીને ગૌરવભેર વધાવીએ તેવા સંદેશ સાથે યોજાયેલ આ દીકરી જન્મોત્સવ સમાજ માટે પ્રેરણાદાયી પહેલ બની રહ્યો હતો.