નારી વંદન ઉત્સવ – ૨૦૨૬ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિતે ઘરેલું હિંસા સામે મહિલાઓના રક્ષણ અધિનિયમ –૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર

તા. ૦૧/૦૮/૨૦૨૬: ભાનુશાળી સમાજવાડી, આદિપુર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન
દવેના માર્ગદર્શન હેઠળ “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ-૨૦૦૫” અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું હતું.
કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન ગરવલીયા, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ
વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ પૂજાબેન પરમાર, હીનાબેન ઠક્કર (ગવર્નમેન્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર), જયશ્રીબેન સિંધી,
નયનાબેન, શોભનાબેન ગજરા, કૈલાસબેન ગજરા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગામની સીવણ ક્લાસની બહેનો તથા
કિશોરીઓએ પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન ગરવલીયા દ્વારા મહિલાઓને ઘરેલું હિંસા
સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કાયદાની આવશ્યકતા,
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, ઘરેલું હિંસાની વ્યાખ્યા, ફરિયાદ કોની સામે કરી શકાય તથા ફરિયાદ કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત
માહિતી આપવામાં આવી હતી.
ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ પૂજાબેન પરમાર દ્વારા મહિલાઓ માટે
ઉપલબ્ધ વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જ્યારે ભાવનાબેન ગરવલીયા
દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ઉપલબ્ધ વિવિધ સેવાઓ તથા જરૂરિયાતમંદ મહિલાઓને મળતી સહાય અંગે માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. સેમિનાર દ્વારા મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો, સુરક્ષા તથા
ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવનાબેન ગરવલીયા એ સાભળ્યું
હતું.