ભારતનગરના સોનલનગરમાં મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

body

copy image

ગાંધીધામના ભારતનગર વિસ્તારના સોનલનગરમાં મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બનાવની જાણ થતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના PSI કે.એસ. વાઢેર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મહિલાનું મોત આશરે 3થી 4 દિવસ પહેલાં થયું હોવાનું અનુમાન છે. મહિલાના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.