સમાઘોઘામાં એટીએમકાર્ડના કેસની શંકામાં ચાર શખ્સનો હુમલો
copy image

મુંદરાના સમાઘોઘામાં અગાઉ થયેલા એટીએમકાર્ડના કેશની શંકામાં એક શખ્સ ઉપર ચાર શખ્સે હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ અંગે મળતી માહિતી મુજબ મુંદરા પોલીસ મથકે, 18 વર્ષના છાત્રએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 19/8ના રાત્રે તે તથા તેનો ભાઇ સમાઘોઘામાં પંકજ કોલોની પાસે નાસ્તો કરવા ગયા હતા. ગત ઓક્ટોબર-2025ના જિતેન્દ્ર યાદવ પાસેથી મુંદરા પોલીસને શંકાસ્પદ એટીએમ કાર્ડ મળી આવતાં પોલીસે કેસ કર્યો હતો. આ બાબતની શંકા રાખી ચાર(રહે તમામ સમાઘોઘા) ફરિયાદી અને તેનો ભાઇ જ્યાં નાસ્તો કરતા હતા, ત્યાં આવી કેસમાં તારો હાથ હોવાનું કહી, ગાળો આપી લોખંડના સળિયાથી માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ચારે વિરદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.