મેઘપર(બો)માં પત્ની અને બાળકને માર મારનાર પતિ સામે ફરિયાદ
અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં પત્નીને મરવા માટે મજબૂર કરવા, બાળકને મારવાના મુદે પતિ વિરુધ્ધ ગુન્હો પોલીસ ચોપડે નોંધાયો હતો. મળતી માહિતી મુજબ આશાપુરા સોસાયટી મકાન નં.155માં ગત તા.17/8 ના બપોરે 3.30 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે પ્રિયંકાબેન કરણભાઈ ભાટીયાએ આરોપી કરણ વિનોદભાઈ ભાટીયા સામે ફરીયાદ નોંધાવી હતી.પોલીસસુત્રોએ માહિતી આપતા કહ્યું હતુ કે ફરીયાદી એ નાંણા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ઝપાઝપી કરીને ફરીયાદીને કુકરનુ ઢાંકણુ મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીએ મરી જવાનુ કહેતા ફરીયાદીએ સાડી ગળફાંસો ખાવાનો તથા રેલવે પાટા તળે ઉપર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તહોમતદારે તેમના 9વર્ષીય બાળકને માર માર્યો હોવાનુ પોલીસે ઉમેર્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.