પ્રાગપર પોલીસ દ્વારા દરોડા દરમિયાન ટ્રકમાંથી દારૂ સહિત 26.16નો મુદામાલ જપ્ત

પ્રાગપર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં મુન્દ્રાના રતડિયા સીમ પાસે આવેલી બાબા રામદેવ હોટેલ નજીકથી ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ટ્રક સહિત ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની ૧,૩૮૦ ફૂલ બોટલ તથા ૩,૪૦૩ ક્વાર્ટર બોટલ મળીને કુલ ₹૧૬,૪૧,૯૭૮ની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં જામનગરના રહેવાસી સમીર નૂર મામદ જુણેજા અને ભુજના રહેવાસી અસલમ ઓસમાણ કુરેશી નામના બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે દારૂ અને પકડાયેલ ટ્રક મળીને કુલ ₹૨૬,૫૧,૯૭૮નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.