રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

રાજીવગાંધી જયંતિ વિડીઓ

આજ રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આધુનિક ભારતના નિર્માતા, ભારત રત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાપર કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રી રાજીવ ગાંધીજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાપર તાલુકાના પાલનપર ગામે આવેલું પ્રસિદ્ધ રાજલધામ, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, ત્યાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ મેઘજી સોલંકીએ જણાવ્યું હતું કે રાજલધામ ખાતે કરવામાં આવેલ વૃક્ષારોપણથી આગામી સમયમાં અહીં દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓને છાંયડો તેમજ પર્યાવરણની દૃષ્ટિએ અનેકવિધ લાભ મળશે. વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવું એ સૌની સામૂહિક જવાબદારી છે.કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી બાબુભાઈ અણદાભાઈ ચૌધરી, રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી, અનિરુધ્ધસિંહ જાડેજા , ધનજીભાઈ ગોહિલ, રમઝુભાઈ કુંભાર, રામચંદ્ર સાધુ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતીને યાદગાર બનાવતા આ પ્રસંગે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જનસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.