રાજીવ ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે મહિલાઓની મીટીંગ મળી શ્રદ્ધા સુમન અર્પણ કરી તેઓના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા કામે લાગી જવા હાકલ કરાઈ

image

વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રણેતા ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે મહિલાઓની મીટીંગ મળી શ્રદ્ધા સુમન અર્પણ કરી તેઓના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા કામે લાગી જવા હાકલ કરાઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના આદેશથી જિલ્લા મથક ભુજ મધ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી કલ્પનાબેન જોશી તથા કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાર્સિંગ ચૌધરીના નેતૃત્વ તળે જિલ્લામથક ભુજ મધ્યે મીટીંગ નું આયોજન કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સ્વ.રાજીવ ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા આ પ્રસંગે રાજીવ ગાંધી દ્વારા મહિલાઓને સન્માન, ૩૩ X મહિલા અનામત, યુવામતાધિકાર વિ.બાબતે તેઓની ભૂમિકાને બિરદાવી હતી.

ભુજ ના એડવોકેટ/નોટરી બેન શ્રી રાજેપરીબેન રાવલે સ્વ. રાજીવ ગાંધી ની જીવન યાત્રા તેમજ રાજકીય દેશ માટે કરેલા કર્યો ની વિસ્તાર પૂર્વક છણાવટ કરેલ હતી.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ, કલ્પનાબેન જોષી, રાધાર્સિંગ ચૌધરી દ્વારા તાલુકા-શહેરમાં તથા જિલ્લા સંદેદારો ને નવી નિમણૂક આપવામાં આવી હતીરાજીવ ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે મહિલાઓની મીટીંગ મળી શ્રદ્ધા સુમન અર્પણ કરી તેઓના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા કામે લાગી જવા હાકલ કરાઈ