સેવા કાજે સંગઠન અને સંગઠન કાજે પ્રશિક્ષણનું આગવું મહત્વ સમજાવતા જીલ્લા ભાજપ અધ્યક્ષ

image

પ્રશિક્ષણ વર્ગના છેલ્લા દિવસના પ્રથમ અને સમગ્ર વર્ગના દસમા સત્રમાં પ્રદેશ સોશ્યલ મીડિયાના કન્વીનર પ્રિન્સભાઈ યાદવે “સોશ્યલ મીડિયા, AI, નમો એપ, સરલ એપ” વિશે સૌને માહિતગાર કર્યા હતા જેમાં સત્ર અધ્યક્ષ તરીકે જૈન અગ્રણી ભરતભાઈ મહેતા પધાર્યા હતા. વિષય અનુરૂપ ઉદ્બોધન કરતા શ્રી યાદવે જણાવ્યું હતું કે આજનો સમય AI નો છે. આ ઝડપી યુગમાં સમય સાથે કદમ મિલાવી ચાલવા માટે સતત અપગ્રેડ રહેવું જરૂરી છે. આજના યુગમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઉદ્યોગ, વ્યવસાય, સંચાર સહિત અનેક ક્ષેત્રોમાં AI નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે જેથી સમયની બચત અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. વધુમાં શ્રી યાદવે ઉમેર્યું હતું કે સરલ એપ અને નમો એપનો દરેક કાર્યકરે બહોળી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ જેથી પાર્ટી દ્વારા ચાલતા કાર્યોની સંપૂર્ણ માહિતી મળી રહે છે જે આપણે સૌને સતત પાર્ટી સાથે જોડી રાખે છે. આજરોજ વર્ગના અંતિમ અને અગિયારમા સત્રમાં કરમસદ – આણંદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથારે “બુથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તેમજ મન કી બાત” વિશે સૌને માર્ગદર્શન આપ્યું હતું જેમાં અધ્યક્ષ તરીકે શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ ગંગારામભાઈ પટેલ સત્ર અધ્યક્ષ તરીકે ખાસ પધાર્યા હતા. તેઓની સાથે સમાજના મંત્રી ઈશ્વરભાઈ ભાવાણી પણ ઉપસ્થિત રહ્યા હતાઆ અન્વયે વક્તાશ્રીએ જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર ચૂંટણી લક્ષી નહિ પણ દરેક સમયે બૂથના લોકો સુધી જોડાયેલો હોય છે. મતદારો સાથેના સતત સંપર્ક થકી જ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી ઝડપી અને સચોટપણે પહોંચાડી શકાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશના ખૂણે ખૂણાનો નાગરિક કે જે કોઈપણ પ્રેરણાદાયી પ્રવૃતિ કે સેવાકીય અથવા તો દેશહિતના કાર્યો કરે છે તેને દેશ સામે ઉજાગર કરવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેને જનજન સુધી પહોંચાડવાની ફરજ આપણા સૌના શિરે છે. પ્રશિક્ષણ વર્ગના અંતે આજે સર્વે ઉપસ્થિત કાર્યકરોની આ અભ્યાસ વર્ગમાં મેળવેલા પ્રશિક્ષણનું યથાર્થ મૂલ્યાંકન કરવા માટે એક ઓનલઇન ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેના આધારે તમામ ઉમેદવારોને ડીજીટલ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું હતું.આ ઉપરાંત સમાપન દિવસની પૂર્વસંધ્યાએ સર્વે કાર્યકરોએ સંગીત, મનોરંજન અને ઉત્સાહથી ભરપૂર મ્યુઝિકલ હાઉઝી કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં વિવિધ રાઉન્ડના અંતે પ્રથમ વિજેતા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, દ્વિતીય વિજેતા જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી જ્યારે તૃતીય વિજેતા પદે ભુજ શહેર ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર રહ્યા હતા. આ ઉપરાંત ઉર્મિલાબેન ગઢવી, હિતેશભાઈ ગોસ્વામી, ભૌમીકભાઈ વછરાજાની, દિનેશભાઈ ઠકકર અને ગિરીશભાઈ ઝવેરી પણ વિજેતા બન્યા હતા. મ્યુઝિકલ હાઉઝી કાર્યક્રમનું સંચાલન કાર્તિકભાઈ અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ગ દરમિયાન બંન્ને દિવસ પ્રાતઃકાળે સામૂહિક યોગા કરીને સર્વે કાર્યકર્તાઓ દ્વારા દિવસની ઉર્જામયી શરૂઆત કરવામાં આવતી હતી.સમગ્ર વર્ગને સફળ અને યાદગાર બનાવવામાં પોતાનું યોગદાન પ્રદાન કરનાર આયોજન સમિતિની સમગ્ર ટીમને વર્ગખંડમાં બોલાવીને તેઓનું સામુહિક સ્વાગત અને સન્માન કરીને તેમની સેવાઓને જાહેરમાં બિરદાવવામાં આવી હતી.આજરોજ સમાપનની ઘડીએ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદે ભાવનાત્મક સ્વરે આભાર સંબોધન કરતાં જણાવ્યું હતું કે ત્રી દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં સૌ આગેવાનો, કાર્યકરો શિસ્ત અને અનુશાસનના અનેરા ભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા જે ખૂબ જ પ્રસંશનીય છે. આ ત્રણ દિવસો દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે અનેક કાર્યકરોએ શ્રમદાન આપ્યું અને પ્રત્યેક્ષ અથવા પરોક્ષ રીતે ઉપયોગી બનીને વર્ગને સફળ બનાયો તે માટે સૌ અભિનંદનના અધિકારી છે.આ અવસરે રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, વર્ગના વાલી ખુમાનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, પ્રશિક્ષણ વર્ગ જિલ્લા ટીમના વિકાસભાઈ રાજગોર, પારૂલબેન કારા અને આણંદભાઈ આહિર સહિતના અપેક્ષિત શ્રેણીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.વર્ગના અંતે પ્રત્યેક વિધાનસભા સહ ઉપસ્થિત સર્વે પ્રશિક્ષણાર્થીઓએ તમામ આગેવાનો સાથેની સામુહિક તસવીરો લઈને સમગ્ર અભ્યાસ વર્ગ દરમિયાન મળેલ સંગઠનના આ આમૂલ અનુભવ અને સ્વર્ણિમ યાદોને જીવનપર્યંત તેમના હૃદયકુંજામાં ભરીને ભાવભેર વિદાય લીધી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા વિભાગના સંજયભાઈ મહેશ્વરી અને દિપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.