માંડવીના ગુંદિયાળીમાં ૨૪ વર્ષીય યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત: પોલીસે તપાસ હાથ ધરી

image

માંડવી: તાલુકાના ગુંદિયાળી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગુંદિયાળીના શેખાઈબાગ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય યુવતી રિકલ વસંતભાઈ વ્યાસે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે માંડવી સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસના ભાગરૂપે પોલીસે યુવતીનો મોબાઈલ ફોન કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.