અંજારમાં સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચરનારો ઈસમ ઝડપાયો
અંજારમાં માસૂમ બાળકને બાવળની ઝાડીમાં લઈ જઈ ગોંધી રાખી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા નરાધમને પોલીસે ઝડપી પાડયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ અંજારમાં મિથિલા સોસાયટી સાંગ નદીના ખુણા પાસે રહેનાર શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સે એક માસૂમ બાળકને બાવળની ઝાડીમાં લઈ જઈ તેને એકાદ કલાક સુધી ગોંધી રાખ્યો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે દોડધામ આદરીને આ આરોપીને ઝડપી પાડયો હતો. આ શખ્સ વિરુદ્ધ અગાઉ દારૂ સંબંધી ગુનો નોંધાયેલો છે.