માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બે વણશોધાયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના ASI સુરેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઈ સોલંકી તથા HC રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા PC વિક્રમસિંહ ગોહિલનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિવ્યરાજસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહિલનાઓને ખાનગી રાહે બાતમી હકીક્ત મળેલ કે,હિરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ રજી.નં.GJ-12-HA-6571 વાળીથી બે ઇસમો નાગોર થી રાયધણપર જતા રોડે વાડીઓમાં રેકી કરતા સંકાસ્પદ રીતે કરી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ જેમની પુછપરછ કરતા બંને ઇસમોએ જણાવેલ કે, તેઓ બંને દિવસ દરમ્યાન વાડીઓની રેકી કરી પાણીના બોરની જગ્યાઓ જોઇ જતા અને રાત્રીના સમયે મો.સાથી જોયેલ વાડીઓએ આવી પાણીના બોરના કોપર કેબલ ચોરીઓ કરતા હોવાથી કબુલાત આપેલ જેથી બંને ઇસમોએ અગાઉ આ પ્રમાણે કઇ કઇ જગ્યાએ ચોરીઓ કરેલ છે તે બાબતે પુછતા મજકુર બંને ઇસમોએ જણાવેલ કે, અલગ અલગ પાંચ વાડી વિસ્તારમાં પાણીના બોરનો કેબલ કાપેલ હોવાની કબુલાત આપેલ તેમજ પુરાસર સીમ વિસ્તારમાં કેબલ કાપેલ જેમા અન્ય એક ઇસમ અલી સિધ્ધીક નોડે રહે. ખોંભડી તા.નખત્રાણા વાળો સાથે હોય અને આ ચોરીનો તમામ મુદ્દામાલ રમજાન હુસેન ઉર્ફે બાવલા મથડા રહે.મદીના નગર,ભુજ વાળાને વેચાણ આપેલ જેથી ઉપરોક્ત જગ્યાઓએ થયેલ કોપર કેબલ વાયર ચોરી અંગે તપાસ કરતા (૧) માધાપર પોલીસ સ્ટેશન ખાતે સરસપર વાડી વિસ્તારમાં થયેલ ચોરી બાબતે ગુ.ર.ન૦૬/૨૦૨૬ બી.એનએસ.ક.૩૦૩(૨) તથા (૨) માધાપર પોલીસ સ્ટેશન ખાતે પુરાસર સીમ વિસ્તારમાં થયેલ ચોરી અંગે ગુ.૨ન૪૫૮/૨૦૨૬ બી.એનએસ.ક.૩૦૩(૨) મુજબના ગુના રજીસ્ટર થયેલ હોય જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એનએસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.