બિદડાની વાડી વિસ્તારમાં 1.33 લાખના શરાબના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો; બે ફરાર

image

copy image

copy image

બિદડાની વાડી વિસ્તારમાં સંતાડેલા 1.33 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે માંડવી તાલુકાના બિદડાના જલારામ બાગની પાછળ આવેલી રભુતવાડીની ઓરડી નજીકના ઝાડ નીચે તાડપત્રી તળે સંતાડેલા અલગ-અલગ બ્રાન્ડના શરાબના કવાર્ટરિયા કુલ્લે રૂા. 1,33,040ના શરાબ તથા એક મોબાઇલ કિં.રૂા. 500ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે આરોપી પકડવામાં બાકી હોવાથી તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.