રાપરના ભીમાસર દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કરાયો
copy image

રાપરના ભીમાસર નજીક વધુ માત્રામાં દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી મહિતી અનુસાર પોલીસને બાતમી હકીકત મળેલ કે ભીમાસર નજીક શનવાંઢ પાસે શિવા મોહન કોળી (સાલાણી) નામનો શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. ઉપરાંત અચાનક ત્રાટકેલી પોલીસને આ શખ્સ પાસેથી જુદા-જુદા કેરબા, ટાંકીઓમાંથી 2900 લિટર આથો કિંમત રૂા. 72,500વાળો મળી આવ્યો હતો. જેથી આથો તેમજ ઉપયોગમાં લીધેલ સાધનોનો તોડફોડ કરી નાશ કરવામાં આવ્યો હતો.