નખત્રાણા કોટડા બ્લાસ્ટ દુર્ઘટના : મુખ્યમંત્રીશ્રીને આર્થિક સહાય માટે અપીલ, SP કચ્છને સલામતી તપાસની વિનંતી

image

ગરીબ કુંભાર પરિવાર પર આભ ફાટ્યું : મૃતક પરિવારની પીડા તરફ સરકારનું તાત્કાલિક ધ્યાન દોરવા કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભારની લાગણીસભર અપીલનખત્રાણા: નખત્રાણા તાલુકાના કોટડા ગામે ગરીબ કુંભાર પરિવારના ભગાડવાડામાં થયેલા ગોઝારા વિસ્ફોટમાં ચાર નિર્દોષ લોકોનાં કરુણ મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. એક જ પરિવારના બે સગા ભાઈઓ અને બે માસૂમ બાળકોના અકાળે મોતથી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.આ અત્યંત દુઃખદ ઘટનામાં લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભાર દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે, આ ગરીબ પરિવારની વર્તમાન પરિસ્થિતિ અત્યંત પીડાદાયક છે. પરિવારના ચાર સભ્યોને એકસાથે ગુમાવવાથી પરિવાર આર્થિક તેમજ માનસિક રીતે ગંભીર આઘાતમાં છે.તેથી માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, માનવતાના ધોરણે મૃતક પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ફાળવવામાં આવે, જેથી આ અસહ્ય દુઃખની ઘડીમાં પરિવારને સરકાર તરફથી થોડી રાહત અને સહારો મળી શકે.SP કચ્છને પણ નમ્ર વિનંતી સથે જ SP કચ્છનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે, કચ્છ જિલ્લામાં જ્યાં જ્યાં ભગાડવાડા, ભઠ્ઠા તથા આવા પ્રકારના વ્યવસાયિક સ્થળો કાર્યરત છે ત્યાં સલામતીની દૃષ્ટિએ તાત્કાલિક તપાસ અને સ્થળ મુલાકાત હાથ ધરવામાં આવે.આ સ્થળોએ જરૂરી લાઇસન્સ, પરવાનગી, સલામતીના નિયમો, આગ-વિસ્ફોટથી બચાવનાં સાધનો, કામદારોની સુરક્ષા તથા ઇમરજન્સી વ્યવસ્થા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે. નિયમોનું ઉલ્લંઘન જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે જરૂરી સલામતીના ધોરણોનું કડક પાલન કરાવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.પરિવારની પીડા સમજી સરકાર સહાયનો હાથ લંબાવેઆ દુર્ઘટનામાં કુંભાર મામદ (30 વર્ષ), કુંભાર નૂર મામદ (26 વર્ષ), કુંભાર હુસનેન (આશરે 3 વર્ષ) અને નૂર ફાતિમા (આશરે 3 વર્ષ)નાં મૃત્યુ થયા છે. બે ભાઈઓ સાથે બે માસૂમ બાળકોને ગુમાવનાર પરિવારની પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી.આ દુઃખદ ઘટનાને માત્ર એક અકસ્માત તરીકે નહીં પરંતુ એક ગરીબ પરિવાર પર તૂટી પડેલી માનવતાની કરુણ ઘટના તરીકે જોઈ, મુખ્યમંત્રીશ્રી તાત્કાલિક આર્થિક સહાય માટે હકારાત્મક નિર્ણય કરે અને SP કચ્છ સમગ્ર જિલ્લામાં આવા સ્થળોની સલામતી તપાસ કરાવે તેવી લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભારે મીડિયા સમક્ષ નમ્ર અપીલ અને વિનંતી કરી છે.