અંજાર પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો
સરહદી રેન્જ, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ-કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચના હેઠળ અંજાર પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું હતું.
અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની ટીમે બાતમીના આધારે ભીમાસર ગામના પાવરગ્રીડવાળા રસ્તા ઉપર વેલ્ડીંગ વિસ્તારની જાહેર જગ્યામાં દરોડો પાડી ગંજીપાનાથી રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા 7 શખ્સો રામસંગ શંકર ઠાકોર,મયુર કરશન હુંબલ,કાનજી હિરાભાઈ હેઠવાડીયા,પરબત રામજી બારોટ,જાહીદખાન સાહીદખાન પઠાન,હરેશ રણવીર આહીર અને રણછોડ લાધાભાઇ કાગીને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 49,600, મોબાઇલ નંગ-7, મોટરસાયકલ નંગ-2 તથા ગંજીપાનાં નંગ-2 મળી કુલ રૂ.1,26,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે અંજાર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે.