માંડવીમાં મોડી રાત્રે દેશી દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’

image

માંડવી: શહેરના યુનિયન બેંક નજીક દેશી દારૂના અડ્ડા પર મોડી રાત્રે સ્થાનિક નાગરિકો દ્વારા ‘જનતા રેડ’ પાડવામાં આવી હતી. દારૂના અડ્ડા પરથી મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી.

આ રેડ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ આસિફ સુમરા, જગદીશ ભાઈ, અને અકબર સહિત હાજર રહ્યા હતા. સ્થાનિકોએ સ્થળ પરથી દારૂનો જથ્થો ઝડપી પાડી આ અંગે માંડવી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. બનાવની માહિતી મળતા માંડવી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને દારૂનો જથ્થો કબજે કરી વધુ ની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર જનતા રેડની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે, સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે આવા ગેરકાયદેસર અડ્ડાઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે જેથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે..