૧કિ. ગ્રા. સાેનાના ચીટિંગના ગુનામાં નાસતો -ફરતો આરોપી ઝડપાયો

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે તા.૧૮/૦૮/૨૦૨૬ થી તા.૨૭/૦૮/૨૦૨૬ સુધી ખાસ ઝુંબેસ રાખેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઈ રાવલ, નવીનભાઈઈ જોષી, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન મોટાપીર ચાર રસ્તા પાસે આવતા નવીનભાઈ જોષી તથા શક્તિસિંહ ગઢવીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “બાડમેર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૨૮૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૧૬(૨),૩૧૮,૬૧(૨) મુજબનો ગુન જાહેર થયેલ અને સદર ગુનામા નાસતા-ફરતા આરોપીએ બાડમેર ખાતે ૧ કિ.ગ્રા. સોનાની ચીંટીંગ કરેલ હોય અને સદર આરોપી હાલે મોટાપીર ચોકડી ભુજ ખાતેથી પસાર થનાર હોવાની સચોટ અને ભરોસા લાયક બાતમી મળેલ જે બાબતે જે બાબતે વર્ક આઉટ કરતા બાતમી મુજબનો માણસ મળી આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ બાડમેર પોલીસ રાજસ્થાનને સોપવાની તજવીજ કરવામા આવેલ છે.