હથિયાર ધારાના ગુનામાં નાસ્તા આરોપીને વગર લાઇસન્સનની દેશી બનાવટની બંદુક સાથે આરોપીની અટકાયત

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથીયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચીમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અશ્વિનભાઇ સોલંકી તથા રાજેંદ્રસિંહ રાઠોડનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે,”પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.૨.ન.૦૫૨૧/૨૦૨૬ હથીયાર ધારા ક.૨૫(૧)બી-એ,૩૫ તથા જી.પી.એક્ટ ક૧૩૫ મુજબના ગુના કામે પકડવાનો બાકી રહેલ આરોપી રમજુ ઉર્ફે ભાભો કાસમ ચૌહાણ રહે પૈયા તા.ભુજ વાળો હાલે લાખોંદ ગામથી કાળીતલાવડી ગામ તરફ જતા રસ્તે ચંદુરવા ધામના ગેટ પાસે હાજર છે જેણે શરીરે લીલા કલરનો ચેક્સ શર્ટ તથા આછા લીલા કલરની પેન્ટ પહેરેલ છે!” જે બાતમી અંગે તુરંત વર્ક આઉટ કરતા બાતમી મુજબના વર્ણન વાળો એક ઇસમ મળી આવેલ તથા યુક્તી પ્રતીયુક્તીથી જીણવટભરી રીતે પુછપરછ કરતા મજકુર ઇસમ ઉપરોક્ત ગુનામા નાસતો ફરતો હોવાની કબુલાત આપેલ તથા વધુ જીણવતથી પુછતા જણાવેલ કે, તેની પાસે હજી એક હાથ બનાવટની દેશી બંદુક છે જે તેણે વાવડી સીમ વિસ્તારમાં સંતાડેલ છે જે બાબતે તપાસ કરતા જણાવ્યા મુજબની દેશી બંદુક મળી આવેલ અને આ દેશી બંદુક રાખવા અંગેના પાસ પરવાનાની માંગણી કરતા પોતાની પાસે આવા કોઈ આધાર પુરાવા કે લાયસન્સ નહી હોવાનું જણાવેલ જેથી મજુકર પકડાઇ ગયેલ ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય જેથી સદર ઇસમ વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી), એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી સારૂ આરોપી તથા મુદ્દામાલ પધ્ધર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.