નાની તુંબડીમાં પતિ મજૂરીએ ગયો અને પાછળથી પત્નીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો

SUSAID..............

copy image

copy image

મુંદરા તાલુકાના નાની તુંબડીમાં 30 વર્ષીય પરિણીતા અફસાના અસ્લમ સમેજાએ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો, આજે પ્રાગપર પોલીસ મથકે નાની તુંબડીના ફરિયાદીએ જાહેર કરેલી માહિતી મુજબ સવારે તેનો નાનો ભાઈએ બહાર નીકળી ગયા બાદ થોડીવારમાં તેની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ લેતાં તેણે તથા નાના છોકરાઓએ રાડા-રાડ કરતાં અમે અસ્લમના ઘરે દોડી જતાં અફસાના તરફડિયા ખાતી હતી અને તેને સારવાર અર્થે તુરંત ભુજપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.